NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી

NMMS શિષ્યવૃત્તિ યોજના

NMMS શિષ્યવૃતિ યોજના: NMMS NOTIFICATION 2025: સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે ગુણાત્મક શિક્ષણ માટે અનેક સરકારી યોજનાઓ અમલમા છે. ખાસ કરીને નબળા અને પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવે છે. આવી જ એક શિષ્યવૃતિ યોજના એટલે NMMS શિષ્યવૃતિ યોજના. આ યોજના અંતર્ગત મેરીટ મા આવનાર વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધીમા રૂ. 48000 શિષ્યવૃતિ આપવામા આવે છે. વર્ષ 2025 માટે NMMS પરીક્ષાનુ નોટીફીકેશન આવી ગયુ છે.

NMMS શિષ્યવૃતિ યોજના

યોજનાનુ નામ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ
NMMS
ફોર્મ ભરવાની તારીખ 10-11-2025 થી 22-11-2025
મળતી શિષ્યવૃતિ 4 વર્ષ સુધી દર મહિને રૂ.1000
પરીક્ષા ફી નિયમાનુસાર
પરીક્ષા તારીખ 03-01-2026
ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org

NMMS નોટીફીકેશન 2025

વર્ષ 2025 મા લેવાનારી NMMS પરીક્ષા માટેનુ ડીટેઇલ નોટીફીકેશન રાજય પરીક્ષા બોર્ડ તરફથી બહાર પાડવામા આવ્યુ છે. જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

પાત્રતા ધોરણો

  • NMMS પરીક્ષા માટે રાજયની સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
  • વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ 8 મા અભ્યાસ કરતા હો તે જ ફોર્મ ભરી શકે છે.
  • એસ.સી. અને એસ.ટી. કેટેગરી ના વિદ્યાર્થીએ ધોરણ 7 મા ઓછામા ઓછા 50 % ગુણ મેળવેલા હોવા જોઇએ.
  • જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ઓછામા ઓછા 55 % ગુણ મેળવેલા હોવા જોઇએ.

આવક મર્યાદા અને પરીક્ષા ફી

NMMS પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે આવક મર્યાદા નિયત કરવામા આવેલી છે. જેમા વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂ. 350000 થી વધુ ના હોવી જોઇએ. આ બાબતનો આવકનો દાખલો જોડવાનો રહેશે.

આ પરીક્ષા માટે પરીક્ષા ફી નીચે મુજબ નિયત કરવામા આવેલી છે.

  • જનરલ, ઓ.બી.સી. અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી રૂ.70 ચૂકવવાની રહેશે.
  • એસ.સી. , એસ.ટી. અને પી.એચ. કેટેગરીના વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી રૂ.50 ચૂકવવાની રહેશે.

પરીક્ષા પેટર્ન અને મેરીટ પ્રોસેસ

NMMS શિષ્યવૃતિ યોજના માટેની પરીક્ષા તા. 16-02-2025 ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા માટે કુલ 190 ગુણનુ પ્રશ્ન પત્ર હોય છે. જેમા કુલ 180 મીનીટ એટલે કે 3 કલાકનો સમય આપવામા આવે છે. જેમા નીચે મુજબ ના પ્રશ્નો હોય છે.

  • MAT બૌધિક યોગ્યતા કસોટી : ૯૦ પ્રશ્નો
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી : ૯૦ પ્રશ્નો

પરીક્ષા બાદ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા મેરીટ લીસ્ટ તૈયાર કરવામા આવે છે. આખા રાજયનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓનો છે. એટલે કે મેરીટ મુજબ 5097 વિદ્યાર્થીઓનો શિષ્યવૃતિ માટે સમાવેશ કરવામા આવે છે.

NMMS Form Online Apply

NMMS પરીક્ષાનુ ફોર્મ ઓનલાઇન ભરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://www.sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા Apply Online ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા NMMS માટેનો વિકલ્પ સીલેકટ કરો.
  • હવે તમારી સામે NMMS માટેનુ ફોર્મ ખુલી જશે.
  • આ ફોર્મ મા માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો અને માંગવામા આવેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમીટ આપી ફોર્મ ની ઓનલાઇન પ્રીન્ટ કાઢી લો અને પરીક્ષા ફીનુ ઓનલાઇન પેમેન્ટ કરો.
  • ત્યારબાદ તમારુ આ ફોર્મ અન્ય જરૂરી ડોકયુમેન્ટ સાથે જમા કરાવી દો.

અગત્યની લીંક

NMMS 2024 રીઝલ્ટ અહિં ક્લીક કરો
ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
Follow us on Google News Click here

Leave a Comment